ભારતીય જનતા પાર્ટી,
ગુજરાત પ્રદેશ
મીડિયા સેલ, ગુજરાત
તા. 21-10-2014, મંગળવાર
રાત્રિના 8-00 વાગ્યા સુધીના અગત્યના સમાચાર
· વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીના દિવસે શ્રીનગરમાં રહેશે, પૂરપીડિતો સાથે ઉજવશે દિવાળી
· વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ધનતેરસની શુભકામના પાઠવી
· હરિયાણાના નવા મુખ્યપ્રધાન બનશે મનોહરલાલ ખટ્ટર, ભાજપ ધારાસભ્યોની બેઠકમાં લેવાયો નિર્ણય
· ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે પાર્ટી સંગઠનમાં મોટો ફેરફાર કરતા રાજ્યોના પ્રભારીઓની કરી બદલી
· દિનેશ શર્માને ગુજરાતના, પ્રભાત ઝાને દિલ્હીના પ્રભારી બનાવાયા
· રાજીવ પ્રતાપ રેડ્ડીને આંધ્ર પ્રદેશના, ઓમ માથુરને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવાયા
· અનિલ જૈનને હરિયાણાના, ત્રિવેન્દ્ર સિંહ રાવતને ઝારખંડના પ્રભારી બનાવાયા
· શ્રીકાંત શર્માને હિમાચલ પ્રદેશના, ભૂપેન્દ્ર યાદવને બિહારના પ્રભારી બનાવાયા
· રાજનાથસિંહ અને જે પી નડ્ડાની મુંબઇ મુલાકાત રદ, દિવાળી પછી મુંબઇ જઇશ: રાજનાથસિંહ
· મહારાષ્ટ્રમાં મળનારી ધારાસભ્યોની બેઠક મુલતવી રહી, દિવાળી બાદ મહારાષ્ટ્રમાં સરકાર રચાશે
· ઇડર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અધિકારી પ્રધાન રમણલાલ વોરાના હસ્તે આરોગ્ય સંજીવની વાનનું લોકાર્પણ
· આરોગ્ય સંજીવની વાન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગામડે-ગામડે દર્દીઓને સારવાર આપવાનું કામ કરશે
· શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન, રાજ્યમાં શિક્ષકોની ખાલી પડેલી તમામ જગ્યાઓમાં શિક્ષકોની ભરતી કરાશે
· રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે એમ્બ્યુલન્સ કૌભાંડમાં સીબીઆઇની તપાસની ભલામણ કરી, કૌભાંડમાં કોંગ્રેસના નેતાઓની સંડોવણી, અશોક ગેહલોત-સચિન પાયલોટ પર આરોપ
Bharatiya Janata Party is the largest political party