>> ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત સરકારની તા.૮-૧૨-૨૦૧૫ સુધીની સમાચાર સૂચી<< >> કોંગ્રેસના પાયાવિહોણા મનઘડંત આક્ષેપનો સણસણતો સત્યતાદર્શી જવાબ << • પ્રજાલક્ષી ખોટી છાપ ઉપસાવવા કોંગ્રેસ એવું નિવેદન કર્યું છે કે, ૮ હજાર ગામોમાં પ્રજાને પીવાનું પાણી મળતું નથી અને ઊદ્યોગોને ગ્રામીણ વિસ્તારોના દર કરતાં સાડાબાર ગણા વધુ દરે પ્રતિ ૧૦૦૦ લિટરના રૂ. રપ પ્રમાણે માત્ર ૧ર૦ એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે એટલે રાજ્યમાં ઊદ્યોગો કરોડો લિટર પાણી વાપરે છે તેવો કોંગ્રેસનો આક્ષેપ મનઘડંત અને સત્યથી જોજનો દૂર છે આવા કોંગ્રેસના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો. અને પાણીના ઉપયોગ અને વિતરણ અંગેનું શ્વેતપત્ર બહાર પાડવાની માંગણી કરતા કોંગ્રેસીઓ પોતાનું મ્હોં આયનામાં જૂએ તો તેમને આપોઆપ સમજાઇ જશે કે ભૂતકાળમાં કોંગ્રેસે પાણી વિતરણની અણઘડ વ્યવસ્થા કરીને ગુજરાતના ગામોને તરસ્યા રાખ્યા હતા. • ગુજરાતમાં ભાજપા સરકારે પારદર્શી અને સુઆયોજિત પાણી પુરવઠા-વિતરણ વ્યવસ્થા વિકસાવી છે. • ખેડૂતોને સિંચાઇ માટે અને નાગરિકોને ગૃહ વપરાશ માટે ૯૮ ટકા પાણી આ સરકાર આપે છે, ઉદ્યોગોને માત્ર ર ટકા જ પાણી અપાય છે તથા નાગરિકોને રોજનું ૩૦૦ કરોડ લીટર પાણી પુરૂં પાડીએ છીએ. • ગ્રામીણ વિસ્તારોમાં અપાતા પાણીના દર રૂ. ર પ્રતિ ૧૦૦૦ લીટર કરતાં સાડા બાર ગણા વધુ રૂ. રપ ના દરે ઊદ્યોગોને પાણી અપાય છે. • કોંગ્રેસના અણઘડ જળવિતરણ-વહીવટમાં ટેન્કર રાજ ચાલતું અમે ર,૭પ૦ કિ.મી. વોટર ગ્રીડ-બલ્ક લાઇનથી ૧૧,૦૦૦ ઉપરાંત ગામોમાં ઘરે-ઘરે પાણી પહોચાડયું- ટેન્કર હવે સપનું બની ગયું છે. • રાજ્ય સરકારના આ આંકડાઓએ કોંગ્રેસીઓની ખોટા અપપ્રચાર પોલ ખૂલ્લી પાડી દીધી છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસના રાજમાં પ૦-પ૦ વર્ષો સુધી પાણી વિતરણનું અણઘડ આયોજન રહેલું અને સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી માટે ટેન્કરો દોડાવવા પડતાં, પાણી માટે બેડા યુધ્ધ અને રમખાણો થતાં એ વાત કોંગ્રેસ પ્રવકતા આવું બેહૂદુ અને પાયા વિનાનું નિવેદન કરતાં સાવ વિસરી ગયા છે. • ગુજરાત રાજ્યમાં સરદાર સરોવર ડેમ આધારિત પાણીના વપરાશ માટે કુલ ર૮ મિલીયન એકર ફીટ ફાળવણીમાંથી ગુજરાતના ભાગે ૯ મિલીયન એકર ફીટ પાણી આવે છે. • ખેડૂતોના હિતોને વરેલી ભાજપા સરકારે સિંચાઇ માટે ૭૬ ટકા એટલે કે ૩,૯૧૦ મિલીયન કયુબિક મીટર પાણી નર્મદાનું ર૦૧પમાં તથા ર૦૧પ-૧૬ માટે ૧૦ હજાર મિલીયન કયુબિક મીટર પાણીની ફાળવણી કરી છે જે ૮૭ ટકા જેટલી છે. • રાજ્યના છેવાડાના ગામો સુધી પુરતું અને શુધ્ધ પાણી મળે તેવી અમારી સરકારની નેમ રહેલી છે. ર૭પ૦ કિ.મી.થી વધુ બલ્ક પાઇપલાઇનના નેટવર્કથી ૧ લાખ ર૦ હજાર કિ.મી.થી અધિક વિતરણ પાઇપલાઇન, ૧૧૭૦૦ જેટલા ભૂર્ગભ સંપ અને ૧૧૯૦૦ થી વધુ ઊંચી ટાંકીઓનું નિર્માણ કરીને ૧૧૦૦૦ ઉપરાંત ગામો અને ૧૯૦ થી વધુ નગરો-શહેરોને પાણી આ સરકાર નજીવા દરે પહોચાડે છે. તથા સરદાર સરોવર નર્મદા બંધથી આશરે ૮૦૦ કિ.મી. દૂર છેક કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ સુધીના અંતરિયાળ ગામોમાં પાણી આ સરકારે પહોચાડયું છે. એટલું જ નહિં, દેશની સીમાઓની રક્ષા કરતા સરહદના સંત્રી એવા જવાનો માટે પણ પીવાનું શુધ્ધ પાણી પહોચાડીએ છીએ. • રાજ્યમાં રોજના ૩,૦૦૦ એમ.એલ.ડી. એટલે કે ૩૦૦ કરોડ લીટર પાણી આ સરકારે પહોચાડયું છે અને કોંગ્રેસના શાસનમાં જે ટેન્કર રાજ હતું તે આજે હવે સપનું બની ગયુ છે. તથા ગુજરાતમાં ભાજપા સરકારે પાણી વિતરણ-વ્યવસ્થાપનની જે સુદ્રઢ અને સરળ વ્યવસ્થા ગોઠવી છે તેના પરિણામે રાજ્ય સરકાર ૧,૦૦૦ લીટર દિઠ રૂ. ૧૬ થી રપનો વહન ખર્ચ પોતે ઉપાડીને ગ્રામ પંચાયતોને માત્ર રૂ. ર પ્રતિ ૧૦૦૦ લીટર, નગરપાલિકાઓને રૂ. ૪ પ્રતિ ૧૦૦૦ લીટર અને મહાનગરોને રૂ. ૬ પ્રતિ ૧,૦૦૦ લીટર પાણી આપે છે. તેમજ રાજ્યના નગરો-મહાનગરો અને ગામો પોતાના સ્થાનિક પાણીના સ્ત્રોત મારફતે પણ ઉપલબ્ધ પાણી મેળવે છે. • ગુજરાત ની ભાજપ સરકારે તો ઘરે ઘરે સરળતાએ પાણી પહોચાડવાનું આયોજન સફળતાથી પાર પાડયું છે. ભાજપ સરકારે ઘર વપરાશ માટે ર૦૧પમાં ૧૧૯૬.૪૭ મિલીયન કયુબિક લીટર જ્યારે કે ઊદ્યોગો માટે માત્ર ર૪.૬૬ મિલીયન કયૂબિક લીટર પાણી ર૦૧પમાં આપ્યું છે. ર૦૧૬માં ૧,૧૦૦ મિલીયન કયૂબિક લીટર ગૃહ વપરાશ માટે આપવાનું અમારૂં આયોજન છે જ્યારે કે ઔદ્યોગિક હેતુ માટે માત્ર ૨ ટકા જ પાણી આપવાના છીએ. • પાણી ઉપલબ્ધી અને વિતરણમાં ભાજપા શાસનમાં જે શ્રેષ્ઠ કામ થયું છે તે જનતા જર્નાદનની નજર સમક્ષ છે જ..

GatisheelGujarat, GoodGovernance, BjpGujarat, Gujarat, BJPGujaratNews, News, સમાચારસૂચી

>> ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત સરકારની તા.૮-૧૨-૨૦૧૫ સુધીની સમાચાર સૂચી<< >> કોંગ્રેસના પાયાવિહોણા મનઘડંત આક્ષેપનો સણસણતો સત્યતાદર્શી જવાબ << • પ્રજાલક્ષી ખોટી છાપ ઉપસાવવા કોંગ્રેસ એવું નિવેદન કર્યું છે કે, ૮ હજાર ગામોમાં પ્રજાને પીવાનું પાણી મળતું નથી અને ઊદ્યોગોને ગ્રામીણ વિસ્તારોના દર કરતાં સાડાબાર ગણા વધુ દરે પ્રતિ ૧૦૦૦ લિટરના રૂ. રપ પ્રમાણે માત્ર ૧ર૦ એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે એટલે રાજ્યમાં ઊદ્યોગો કરોડો લિટર પાણી વાપરે છે તેવો કોંગ્રેસનો આક્ષેપ મનઘડંત અને સત્યથી જોજનો દૂર છે આવા કોંગ્રેસના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો. અને પાણીના ઉપયોગ અને વિતરણ અંગેનું શ્વેતપત્ર બહાર પાડવાની માંગણી કરતા કોંગ્રેસીઓ પોતાનું મ્હોં આયનામાં જૂએ તો તેમને આપોઆપ સમજાઇ જશે કે ભૂતકાળમાં કોંગ્રેસે પાણી વિતરણની અણઘડ વ્યવસ્થા કરીને ગુજરાતના ગામોને તરસ્યા રાખ્યા હતા. • ગુજરાતમાં ભાજપા સરકારે પારદર્શી અને સુઆયોજિત પાણી પુરવઠા-વિતરણ વ્યવસ્થા વિકસાવી છે. • ખેડૂતોને સિંચાઇ માટે અને નાગરિકોને ગૃહ વપરાશ માટે ૯૮ ટકા પાણી આ સરકાર આપે છે, ઉદ્યોગોને માત્ર ર ટકા જ પાણી અપાય છે તથા નાગરિકોને રોજનું ૩૦૦ કરોડ લીટર પાણી પુરૂં પાડીએ છીએ. • ગ્રામીણ વિસ્તારોમાં અપાતા પાણીના દર રૂ. ર પ્રતિ ૧૦૦૦ લીટર કરતાં સાડા બાર ગણા વધુ રૂ. રપ ના દરે ઊદ્યોગોને પાણી અપાય છે. • કોંગ્રેસના અણઘડ જળવિતરણ-વહીવટમાં ટેન્કર રાજ ચાલતું અમે ર,૭પ૦ કિ.મી. વોટર ગ્રીડ-બલ્ક લાઇનથી ૧૧,૦૦૦ ઉપરાંત ગામોમાં ઘરે-ઘરે પાણી પહોચાડયું- ટેન્કર હવે સપનું બની ગયું છે. • રાજ્ય સરકારના આ આંકડાઓએ કોંગ્રેસીઓની ખોટા અપપ્રચાર પોલ ખૂલ્લી પાડી દીધી છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસના રાજમાં પ૦-પ૦ વર્ષો સુધી પાણી વિતરણનું અણઘડ આયોજન રહેલું અને સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી માટે ટેન્કરો દોડાવવા પડતાં, પાણી માટે બેડા યુધ્ધ અને રમખાણો થતાં એ વાત કોંગ્રેસ પ્રવકતા આવું બેહૂદુ અને પાયા વિનાનું નિવેદન કરતાં સાવ વિસરી ગયા છે. • ગુજરાત રાજ્યમાં સરદાર સરોવર ડેમ આધારિત પાણીના વપરાશ માટે કુલ ર૮ મિલીયન એકર ફીટ ફાળવણીમાંથી ગુજરાતના ભાગે ૯ મિલીયન એકર ફીટ પાણી આવે છે. • ખેડૂતોના હિતોને વરેલી ભાજપા સરકારે સિંચાઇ માટે ૭૬ ટકા એટલે કે ૩,૯૧૦ મિલીયન કયુબિક મીટર પાણી નર્મદાનું ર૦૧પમાં તથા ર૦૧પ-૧૬ માટે ૧૦ હજાર મિલીયન કયુબિક મીટર પાણીની ફાળવણી કરી છે જે ૮૭ ટકા જેટલી છે. • રાજ્યના છેવાડાના ગામો સુધી પુરતું અને શુધ્ધ પાણી મળે તેવી અમારી સરકારની નેમ રહેલી છે. ર૭પ૦ કિ.મી.થી વધુ બલ્ક પાઇપલાઇનના નેટવર્કથી ૧ લાખ ર૦ હજાર કિ.મી.થી અધિક વિતરણ પાઇપલાઇન, ૧૧૭૦૦ જેટલા ભૂર્ગભ સંપ અને ૧૧૯૦૦ થી વધુ ઊંચી ટાંકીઓનું નિર્માણ કરીને ૧૧૦૦૦ ઉપરાંત ગામો અને ૧૯૦ થી વધુ નગરો-શહેરોને પાણી આ સરકાર નજીવા દરે પહોચાડે છે. તથા સરદાર સરોવર નર્મદા બંધથી આશરે ૮૦૦ કિ.મી. દૂર છેક કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ સુધીના અંતરિયાળ ગામોમાં પાણી આ સરકારે પહોચાડયું છે. એટલું જ નહિં, દેશની સીમાઓની રક્ષા કરતા સરહદના સંત્રી એવા જવાનો માટે પણ પીવાનું શુધ્ધ પાણી પહોચાડીએ છીએ. • રાજ્યમાં રોજના ૩,૦૦૦ એમ.એલ.ડી. એટલે કે ૩૦૦ કરોડ લીટર પાણી આ સરકારે પહોચાડયું છે અને કોંગ્રેસના શાસનમાં જે ટેન્કર રાજ હતું તે આજે હવે સપનું બની ગયુ છે. તથા ગુજરાતમાં ભાજપા સરકારે પાણી વિતરણ-વ્યવસ્થાપનની જે સુદ્રઢ અને સરળ વ્યવસ્થા ગોઠવી છે તેના પરિણામે રાજ્ય સરકાર ૧,૦૦૦ લીટર દિઠ રૂ. ૧૬ થી રપનો વહન ખર્ચ પોતે ઉપાડીને ગ્રામ પંચાયતોને માત્ર રૂ. ર પ્રતિ ૧૦૦૦ લીટર, નગરપાલિકાઓને રૂ. ૪ પ્રતિ ૧૦૦૦ લીટર અને મહાનગરોને રૂ. ૬ પ્રતિ ૧,૦૦૦ લીટર પાણી આપે છે. તેમજ રાજ્યના નગરો-મહાનગરો અને ગામો પોતાના સ્થાનિક પાણીના સ્ત્રોત મારફતે પણ ઉપલબ્ધ પાણી મેળવે છે. • ગુજરાત ની ભાજપ સરકારે તો ઘરે ઘરે સરળતાએ પાણી પહોચાડવાનું આયોજન સફળતાથી પાર પાડયું છે. ભાજપ સરકારે ઘર વપરાશ માટે ર૦૧પમાં ૧૧૯૬.૪૭ મિલીયન કયુબિક લીટર જ્યારે કે ઊદ્યોગો માટે માત્ર ર૪.૬૬ મિલીયન કયૂબિક લીટર પાણી ર૦૧પમાં આપ્યું છે. ર૦૧૬માં ૧,૧૦૦ મિલીયન કયૂબિક લીટર ગૃહ વપરાશ માટે આપવાનું અમારૂં આયોજન છે જ્યારે કે ઔદ્યોગિક હેતુ માટે માત્ર ૨ ટકા જ પાણી આપવાના છીએ. • પાણી ઉપલબ્ધી અને વિતરણમાં ભાજપા શાસનમાં જે શ્રેષ્ઠ કામ થયું છે તે જનતા જર્નાદનની નજર સમક્ષ છે જ.. #GatisheelGujarat #GoodGovernance #BjpGujarat #Gujarat #BJPGujaratNews #News #સમાચારસૂચી

Let's Connect

sm2p0